Press "Enter" to skip to content

બાઈક અને કાર માં ઉપયોગ થનારી ગ્રીસ તમારી ખેતી ને કીટ થી બચાવી શકે છે. ગ્રીસ ઘરે બનાવો 15 રૂપિયા માં – કીટ નાશક નો ખર્ચો બચશે અને ખેતી ની ઉત્પાદન ક્ષમતા વધશે.

Hits: 1956

તમે ખૂબ જ મહેનત થી વાવેતર કર્યું ને તમારો પાક ખીલી ઉઠ્યો. પછી પાક કાપવા નો સમય નજીક આવતા પહેલા જ અચાનક જંતુઓ નો હુમલો થયો અને પાક ને ભારે નુકસાન થયું. કાંઈક આવું જ થાય છે ખેડૂતો ની સાથે. ખેડૂતો પણ આ મુશ્કેલી થી બચવા માટે દરેક વખતે રાસાયણિક દવાઓ નો છિડ઼કાવ કરે છે અને વિચારે છે કે હવે એમનો પાક બચી ગયો. પરંતુ પાક તો બચી ગયો પણ ખેતર ની માટી ની ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ. એવા માં થયું તો એજ જેનો ડર હતો. એક તરફ નુકસાન બચ્યું તો બીજી તરફ નુકસાન થઇ જ ગયું

સવાલ એ છે કે આ સમસ્યા થી બચવા નો રસ્તો શું છે. તો આ સમસ્યા નો શ્રેષ્ઠ ઉપાય છે સ્ટિકી  ટ્રેપ (Sticky Trap)




સ્ટિકી  ટ્રેપ (Sticky Trap) શું છે ?

સ્ટિકી  ટ્રેપ એક શીટ હોય છે જેના એક ભાગ પાર  ચીકણો લેપ લાગેલો હોય છે. જયારે કીટો પાક પર હુમલો કરે છે ત્યારે આ શીટ ની ચીકણાશ વાળી સાઈડ પર કીટ ચોંટી જાય છે અને મારી જાય છે.  સ્ટિકી  ટ્રેપ ઘણા રંગો માં મળે છે. એને બજાર માં થી ખરીદી શકાય છે અને ઘરે પણ બનાવી શકાય છે. સ્ટિકી  ટ્રેપ ના ઉપયોગ થી કીટો ના હુમલા થી પાક ને થતા નુકસાન થી બચી શકાય છે

સ્ટિકી  ટ્રેપ  (Sticky Trap) ના ફાયદા શું છે ?

  1. આના ઉપયોગ થી કીટનાશક પર કરવામાં આવતા મોટા ખર્ચ થી બચી શકાય છે
  2. કીટનાશક ના ખર્ચ અને લગાતાર ઉપયોગ ના કારણે ખેતર ની માટી ની ઉપજ ક્ષમતા ઘટી જાય છે. પરંતુ સ્ટિકી ટ્રેપ  (Sticky Trap)  ના ઉપયોગ થી માટી ની ઉપજાઉ ક્ષમતા ને કોઈ નુકસાન થતું નથી
  3. કીટો ના કારણે પાક ને થતા નુકસાન ને 40 થી 50 પ્રતિશત ઓછું કરી શકાય છે

 




ઘરે સ્ટિકી  ટ્રેપ (Sticky Trap) કેવી રીતે બનાવવું

સ્ટિકી  ટ્રેપ  મુખ્યત્વે 4 અલગ અલગ રંગ જેવા કે વાદળી, કાલા, પીળા અને સફેદ રંગ માં બનાવી શકાય છે. બજાર માં 40 થી 100 રૂપિયા માં સ્ટિકી  ટ્રેપ તૈયાર મળે છે. જયારે કે ઘરે એક સ્ટિકી બનાવની કિંમત 15 રૂપિયા આવે છે.

  1. એને બનાવવા માટે પુંઠા, ટીન કે પ્લાસ્ટિક ની શીટ લેવી. જેની લંબાઈ 1.5 અને પહોળાઈ 1 ફુટ હોવી જોઈએ. હાર્ડ બોર્ડ કે કાર્ડ બોર્ડ થી પણ આને બનાવી શકાય છે.
  2. બોર્ડ ને લટકાવવા માટે એમાં બે કાણા પાડો
  3. પછી શીટ ના ટુકડા પર સફેદ ગ્રીસ લગાડી દેવું
  4. હવે પછી આ બોર્ડ ને એક દોરી થી એક વાસ સાથે બાંધી દો. પાક ની ઊંચાઈ થી 1 ફુટ ઉપર બાંધવી જેથી જંતુઓ નો હુમલો થાય તો રસ્તા માં આ સ્ટિકી ટ્રેપ આવી જાય અને એ આ ટ્રેપ પર ચોંટી ને મરી જાય
  5. 1 એકડ ખેતર માં 6 થી 8 સ્ટિકી ટ્રેપ લગાવાની જરૂર પડે છે
  6. એને સાફ કરી ને બીજી વાર પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ સ્ટિકી ટ્રેપ પુંઠા પર બનાવ્યું હશે તો એક જ વાર માં ખરાબ થઇ જશે.
  7. જયારે કે ટીન, પ્લાસ્ટિક કે હાર્ડ બોર્ડ થી બનાવેલ સ્ટિકી ટ્રેપ ને ગરમ પાણી થી ધોઈ ને ફરીથી ગ્રીસ લગાડી બીજી વાર ઉપયોગ માં લઇ શકાય છે.

sticky-trap-4કયા રંગ ની સ્ટિકી ટ્રેપ (Sticky Trap)  કયા કીટ માટે સારી કહેવાય ?




 

વૈજ્ઞાનિકો ની સલાહ પ્રમાણે સ્ટિકી ટ્રેપ ને પાક ની ઊંચાઈ થી 1 ફુટ ઉપર લગાડવી જોઈએ. સાથે ખેતર માં ઘણા રંગો ની સ્ટિકી ટ્રેપ લગાડવી જોઈએ. જેથી અલગ અલગ રંગો ની તરફ આકર્ષિત થઇ ને કીટ શીટ પર ચોંટી ને મારી જાય.

પીળો રંગ – જો તમે શાકભાજી નું વાવેતર કર્યું છે તો એના પર સફેદ માંખી, લીફ  માઇનોર અને એફિડ જેવા કીટ ની હુમલા ની સંભાવના રહેતી હોય છે. આ કીટો ને પીળા કલર ની શીટ ના ઉપયોગ થી ફસાવી શકાય

વાદળી રંગ – અગર તમે ફૂલો અને ધાન નું વાવેતર કર્યું છે તો thrapis કીટ નો હુમલો થઇ શકે છે. thrapis કીટ કેટલીક શાકભાજીઓ પાર પણ ત્રાટકે છે. એવા માં આવી ખેતી માં વાદળી રંગ ની શીટ લગાડવી યોગ્ય રહેશે

 સફેદ રંગ – તમે તો ફળો નું વાવેતર કર્યું છે તો સફેદ રંગ ની સ્ટિકી ટ્રેપ નો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ફળો ની ખેતી પર બગ કીટ એન્ડ ફ્લાય બીટલ કીટ નો હુમલો સામાન્ય પણે જોવા મળતો હોય છે.

કાળો રંગ – ટામેટા ની ખેતી ને સૌથી વધારે ખતરો અમેરિકન પિન વોર્મ થી રહેતો હોય છે. એના થી પાક ને બચાવા માટે સ્ટિકી ટ્રેપ નો ઉપયોગ કરવો જોઈએ

यह भी पढ़ें –  ‘दुनिया के सबसे बड़े 1 करोड़ किसानों वाले वॉट्सअप नेटवर्क’ से जुड़ें, इसके फायदे जानें।

fasal ko keeto ke hamle se kaise bachaye, greece se kaise bachti hai fasal, keeto ke hamle ke solution

[wp-like-lock] your content [/wp-like-lock]




[facebook_likebox url=”http://www.facebook.com/kisankhabar” width=”300″ height=”200″ color=”light” faces=”true” stream=”false” header=”false” border=”true”]

स्टोरी पर कृप्या कॉमेंट करें

Be First to Comment

Leave a Reply

Your email address will not be published.

WhatsApp chat